17 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

ભુજ સ્વામીનારાયણ મંદિરના ૨ સંતોએ મેળવી પીએચડીની ડીગ્રી

  • ભુજ સ્વામીનારાયણ મંદિરના ૨ સંતોએ મેળવી પીએચડીની ડીગ્રી
  • સ્વામી શુકમુનીદાસજી અને સ્વામી અક્ષરમુનીદાસજીએ મેળવી પીએચડીની ડીગ્રી
  • બંને સંતો કરતા હતા કર્ણાટક સંસ્કૃત યુનિવર્સીટીમાં અભ્યાસ 
  • પીએચડીની પદવી મેળવી સમગ્ર સ્વામીનારાયણ સમાજનું નામ કર્યું રોશન

શ્રી સ્વામીનારાયણ મંદિર ભુજના શાસ્ત્રી સ્વામી શુકમુનીદાસજી અને શાસ્ત્રી સ્વામી અક્ષરમુનીદાસજી મહારાજે પીએચડીની ડીગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષોથી કર્ણાટક સંસ્કૃત યુનિવર્સીટી બેંગ્લોરમાં અભ્યાસ કરી રહ્યા હતા. તારીખ ૧૦ એપ્રિલના રોજ બેંગ્લોર ખાતે યોજાયેલ અષ્ટમ દીક્ષાંત સમારોહમાં કર્ણાટક રાજ્યના ઉપમુખ્યમંત્રી અને ઉન્નત શિક્ષણ સચિવ ડો. સી.એન. અશ્વત્થનારાયણના હસ્તે સ્વામી શુકમુનીદાસજી અને સ્વામી અક્ષરમુનીદાસજીને પીએચડીની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી. સ્વામી શુકમુનીદાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણનું વિશિસ્ટાદ્વૈત સિદ્ધાંત અનુસાર ગુજરાતી ભાષાંતર કર્યું છે. જયારે સ્વામી અક્ષરમુનીદાસજીએ લાઈફ ચેન્જીંગ સેમીનાર અને રિયાલિટી શોના માધ્યમથી લાખો લોકોને મનમાં મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપી જીવન જીવવાની નવી દિશા આપી હતી. બંને સંતોએ પીએચડીની પદવી મેળવી કચ્છ સત્સંગ સહીત સમગ્ર સ્વામીનારાયણ સમાજનું નામ રોશન કર્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: