23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને મંજૂરી, PM મોદીએ કહ્યું – દરેક ભારતીય માટે ગર્વની વાત

કોરોના વેક્સિન અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની જાયકોવ-ડીને ફેઝ-3 ટ્રાયલની મંજૂરી આપવામાં આવી છે.

  • શું છે ઈમરજન્સી યુઝ?

DCGI દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. શું છે આ ઈમરજન્સી યુઝ.? આ પ્રશ્ન ઘણા લોકોને થઈ રહ્યો છે. ઈમરજન્સી યુઝ અંતરગત સૌ પ્રથમ હરોળના હેલ્થ વર્કરોને આ રસી આપવામાં આવશે, ત્યાર બાદ જે લોકો એક કરતાં વધારે બીમારીથી પીડિત છે અને તેઓને કોરોના સંક્રમણ થી બચાવવા માટે આ રસી આપવામાં આવશે. તદુપરાંત DCGIએ કહ્યું કે વેક્સિન 110% સુરક્ષિત છે, અમુક સાઈડ ઈફેક્ટ જેવા કે હળવો તાવ, દુખાવો અને એલર્જી દરેક વેક્સિનમાં સામાન્ય હોય છે, પણ આ બે વેક્સિન 110% સુરક્ષિત છે. વેક્સિનથી નપુંસક થવા જેવી વાતો માત્ર અફવા છે.

WHOએ કહ્યું- કોરોના વિરુદ્ધ લડાઈ મજબૂત થશેવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વેક્સિનની મંજૂરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHO સાઉથ-ઈસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ક્ષેત્રપાલ સિંહે કહ્યું કે, ભારતના આ નિર્ણયથી સાઉથ ઈસ્ટ એશિયામાં મહામારી વિરુદ્ધ લડાઈ મજબૂત થશે.

  • વડાપ્રધાન મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત

એકસાથે બે સ્વદેશી રસી ને મંજૂરી તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે,આ આપણા વૈજ્ઞાનિકોની આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવાની ઉત્સુકતા દર્શાવે છે.

કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાય રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: