19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સૌરવ ગાંગુલીને આવ્યો એટેક : કલકત્તાની હોસ્પિટલમાં દાખલ

BCCI અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ને માઈનોર એટેક આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હળવા હાર્ટ એટેકથી પીડાતા તેઓને હોસ્પિટલમાં એડમીટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે સાંજે વર્કઆઉટ સત્ર બાદ તેમણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી અને આજે ફરી સમસ્યાનું પુનરાવર્તન થયું ત્યારે બપોરે પરિવારના સભ્યો તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

48 વર્ષીય ગાંગુલી હાલ ‘સ્થિર’ છે અને તેઓને ખાનગી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.”તે હાલ સ્થિર છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ પીડા અમુક હ્રદય સંબંધી સમસ્યાને કારણે છે કે નહીં. તેને અનેક પરીક્ષણો કરાવવાની જરૂર છે,”તેવું તેમની સારવાર કરતા ડોક્ટરએ જણાવ્યું હતું.

48 વર્ષીય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને ચક્કર આવવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ તે જીમમાંથી પાછા ફર્યા બાદ જ બ્લેકઆઉટનો ભોગ બન્યા હતા.જાણવા મળ્યું છે કે કલકત્તા શહેરની એસએસકેએમ હોસ્પિટલના તબીબ સરોજ મોંડલ પણ ગાંગુલીની બીમારીને લઈ સારવાર આપવા વુડલેન્ડ્સ હોસ્પિટલમાં પહોંચ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: