23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સુરત : ફૂટપાથ પર સુતેલા લોકો માટે એક ટ્રક બન્યો કાળ

  • સુરતમાં ફૂટપાથ પર સુતેલા લોકો માટે ટ્રક બન્યો કાળ
  • 12 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત
  • સારવાર દરમ્યાન અન્ય ત્રણ લોકોના થયા મોત
  • કાળમુખી ટ્રકે લીધો 15 લોકોનો ભોગ
  • ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • કાળમુખા ટ્રકે ફૂટપાથ પર સુતેલા લોકોને કચડયા
  • ઘાયલોને સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા

સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે ૧૩ લોકોનો ભોગ લીધો છે,રાત્રીના ૧૨ વાગ્યાના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તા થી માંડવી તરફ જઈ રહી હતી. દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય હતી. અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી,ટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર નિદ્રાધીન ૧૮ જેટલા શ્રમજીવીઓને ટ્રક નીચે કચડી કાઢ્યા હતા. જેમાં એક બાળકી સહીત ૧૨ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જયારે ૬ જેટલા શ્રમજીવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ૧૦૮ વડે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન વધુ ત્રણ વ્યક્તિનો જીવ ગયો હતો. એમ કુલ 15 લોકોના મોત થયા હતા,જયારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા,ઘટનાની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો,પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પીએમ રૂમ ખાતે ખસેડ્યા હતા.

બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે,આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા,જોકે ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી ૫ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો, અકસ્માતની ઘટનામાં એક ૬ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો. જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા…

  • કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યુઝ સુરત

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: