23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના સંગઠનની જાહેરાત : ‘મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો’

RMM નેતા વી એમ સુધાકર તરફથી આ નિવેદન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે લોકો RMMમાંથી રાજીનામું આપી રહ્યાં છે, તેઓ એ વાત ના ભૂલે કે તેઓ રજનીકાંતના ચાહક છે. આ પહેલાં RMMના અનેક જિલ્લા પ્રમુખ રવિવાર, 17 જાન્યુઆરીના રોજ દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)માં સામેલ થયા હતા. સોમવાર, 11 જાન્યુઆરીના રોજ રજનીકાંતે ચાહકોને નામ એક સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી. તેમજ રજનીકાંતે તમિળમાં શૅર કરેલી આ પોસ્ટમાં કહ્યું હતું, ‘મેં પહેલાં જ વિગતવાર કહ્યું છે કે હું કયા કારણોસર રાજકારણમાં આવીશ નહીં. મહેરબાની કરીને મને વારંવાર તકલીફ ના આપો અને આ પ્રકારના આયોજન કરીને મને રાજકારણમાં આવવાનું ના કહો.’ 29 ડિસેમ્બરના રોજ રજનીકાંતે ખરાબ સ્વાસ્થ્યની વાત કરીને રાજકારણમાં ના પ્રવેશવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તમિળમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે ચૂંટણી લડ્યા વગર જ લોકોની સેવા કરશે. રજનીકાંતે કહ્યું હતું, ‘ખેદ સાથે જણાવવું પડે છે કે હું રાજકારણમાં નહીં આવી શકું. હું મારો પક્ષ પણ રચી રહ્યો નથી. આ જાહેરાત કરતાં જે તકલીફ થાય છે એ માત્ર હું જ અનુભવી શકું છું. મને ડૉક્ટરે કહ્યું છે કે મારા બ્લડ પ્રેશરમાં અસામાન્ય વધઘટની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. જો તેમ થશે તો મારી કિડની પર ખરાબ અસર પડશે. ત્રણ દિવસ ડોક્ટરની દેખરેખ હેઠળ હતો. આને હું ભગવાન તરફથી મળેલી ચેતવણી માનું છું. મારે તેના પર ધ્યાન આપવું પડશે.’ વધુમાં રજનીકાંતે કહ્યું હતું, ‘મારા આ નિર્ણયથી ચાહકોને નિરાશા થશે, પરંતુ મને માફ કરો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: