23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

શું આપ નવું વાહન ખરીદી રહ્યા છો : તો ધ્યાન રાખવા જેવી અગત્યની બાબતો

નવું વાહન ખરીદતી વખતે ધ્યાન રાખવા જેવી ગંભીર બાબતો..(પોસ્ટ લાંબી છે, પણ ખુબ જ મહત્વની માહિતી છે) વાંચો ને શેયર કરજો..

  • નવા વાહનની ડિલિવરી ક્યારેય પણ TC નમ્બર થી ન લેવી,શા માટે ?

નિયમ મુજબ ડિલિવરી હંમેશ ટેમ્પરરી રજીસ્ટ્રેશન એટલે કે TR નમ્બર થી લેવાની હોય છે પણ TC નમ્બર ટેમ્પરરી રજીસ્ટ્રેશન નથી. TC એટલે કે ટ્રેડ સર્ટિફિકેટ નમ્બર અને એ નમ્બર ડીલર લોકોને આપવામાં આવેલ હોય છે. આ નમ્બર ટેસ્ટ ડ્રાઈવ, કે ગાડી ની શો રૂમ થી ગોડાઉન કે ગોડાઉન થી શો રૂમ લાવા-લઇ જવા માટે ઉપયોગ કરવાનો હોય છે. TC નમ્બર ફક્ત ન વેચાયેલી કાર હોય એના પર જ વાપરવાનો હોય છે અને જયારે કાર વેચાઈ ત્યારે એને ડીલર દ્વારા TR નમ્બર આપવાનો થતો હોય છે પણ મૉટે ભાગે ડીલર TC નમ્બર થી ડિલિવરી આપે છે કે જે કાયદા મુજબ ખોટું છે અને ગ્રાહક માટે જોખમી છે. *એમ છતાં તો તમે TR ને બદલે TC નમ્બર થી ડિલિવરી લ્યો તો શું નુકશાન થાય એ વાંચો…* TC નમ્બર વાળી ગાડીને પોલીસ પકડી શકે અને 1000 થી 4000 રૂપિયા કે વધુ નો દંડ થઇ શકે. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવા બદલ ગાડી જપ્ત -ડિટેઇન પણ થઇ શકે. પોલીસ ની મરજી છે કે તમને જવા દેવા કે કાયદા મુજબ કાર્યવાહી કરવી. જો વાહન નું એકસ્ટીડેન્ટ થાય તો વીમા કંપની ક્લેમ પાસ નહીં કરે કેમ કે ક્લેમ પાસ કરવા માટે વાહનની રજીસ્ટ્રેશન જરૂરી હોય છે. તમે જયારે ડિલિવરી લ્યો ત્યારે જ TC ગેરકાયદેસર થઇ જાય છે. એટલે કે વાહન વગર રજિસ્ટ્રેશનનું કહેવાય. એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન ના સ્ટીકર સાથે ગાડી ચલાવવી પણ ગેરકાયદેસર છે અને એ વાહન પોલીસ ડિટેઇન કરી શકે છે. કેમ કે કોઈ પણ રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું ગુન્હો છે. *TR નમ્બર કોણ આપે અને કેટલો ટાઈમ લાગે ?* TR નમ્બર આમ તો ડીલર દ્વારા જ આપવાનો હોય છે. RTO માં ઓનલાઇન એપ્લિકેશન કરી અને ડીલર ફક્ત અડધા દિવસમાં જ આ નમ્બર આપી શકે છે. એટલે કે TR નમ્બર ડીલર આપે અને એ કોઈ લાંબી પ્રક્રિયા નથી TR નમ્બર પ્લેટ હમેશ પીળા બેકગ્રાઉન્ડ માં લાલ પ્રિન્ટેડ અક્ષર થી બનવાની હોય છે. મૉટે ભાગે પુરા રૂપિયા લેવા છતાં આવી કોઈ કામગીરી કે સર્વિસ ગ્રાહકને આપતા નથી. ગ્રાહક ને ખુબ જ જોખમી પરિસ્થિતિ માં મૂકી દેતા હોય છે સરકારશ્રી નો પણ નિયમ છે કે કોઈ પણ વાહન TR નમ્બર વગર ગ્રાહકને ડિલિવરી ન આપવી અને એ નિયમ પાલન કરવાને બદલે ગ્રાહક પાસેથી એ નિયમ પાલન ન કરવા બદલ જે કોઈ જોખમ છે એનીજવબદારી ગ્રાહક ની રહેશે એવું લખાવી અને વગર ટેમ્પરરી રજીસ્ટ્રેશન ગ્રાહક ને વાહન આપી દેતા હોય છે… એટલે જે લોકો નવું વાહન લ્ય, એ આ બાબત નું ખાસ ધ્યાન રાખજો અને સૌથી મહત્વનું કે જો તમારું વાહન TR નમ્બર મળી જાય તો ત્યારબાદ એક મહિના સુધીમાં ગમે ત્યારે પરમેનેન્ટ રજીસ્ટ્રેશન કરવો તો કોઈ પેનલ્ટી ન લાગે પણ જો એવું ન કરો અને ફકત TC નમ્બર થી ગાડી લ્યો તો કદાચ RTOમાં લેઇટ રજીસ્ટ્રેશનની પેનલ્ટી પણ ભરવી પડી શકે!!નવા વાહન ખરીદતા આપણે અજાણતા અમુક એવું ભૂલો કરી બેસતા હોઈએ છીએ, અને ડીલર પણ મોટેભાગે આપણને અંધારમાં રાખતા હોય કે જે કોઈ વખત ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે.

આશા છે આ માહિતી આપને અને અન્ય મિત્રોને ઉપયોગી થશે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: