23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

વોટ્સએપની દાદાગીરી : નવી પોલિસી એક્સેપ્ટ કરો નહીતો એકાઉન્ટ થશે ડિલીટ,જાણો કઈ એપ લઇ શકે છે વોટ્સએપનું સ્થાન

FACEBOOK ના સ્વામિત્વ વાળી ઇન્સટન્ટ મેસેજિંગ એપ WHATSAPP દ્વારા પોતાની પ્રાઇવસી પોલીસી અપડેટ કરવામાં આવી છે અને તેને ધીરે-ધીરે યુઝર્સને આ અપડેટ આપવામાં આવી રહી છે. Whatsapp એ યુઝર્સને નવી પોલીસીને એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ત્યારે આ પોલીસીને યુઝર્સે એક્સેપ્ટ કરવાની રહેશે નહીંતર એકાઉન્ટ ડીલીટ થઇ જશે .

જણાવી દઇએ કે યુઝર્સે પોતાનુ એકાઉન્ટ ચાલુ રાખવા માટે નવી પોલીસીને એક્સેપ્ટ કરવી જરૂરી છે. તેના માટે કોઇ ઓપ્શન યુઝર્સને નહી મળે. જો કે અહીં હાલ ‘નૉટ નાઉ’નો પણ ઓપ્શન જોવા મળી રહ્યો છે. એટલે કે જો તમે નવી પોલીસીને કેટલાક સમય( ૮ ફેબ્રુઆરી સુધી ) માટે એક્સેપ્ટ નહી પણ કરો તો તમારુ એકાઉન્ટ ચાલતુ રહેશે. નવી પોલીસીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન વધુ છે અને હવે યુઝર્સનો પહેલા કરતાં વધુ ડેટા ફેસબૂક પાસે હશે. Whatsappનો ડેટા પહેલા પણ ફેસબુક સાથે શેર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે ફેસબુક સાથે Whatsapp અને ઇન્સ્ટાગ્રામનુ ઇંટીગ્રેશન વધુ રહેશે. Whatsappની અપડેટેડ પોલીસીમાં તમારા દ્વારા કંપનીને આપવામાં આવી રહેલા લાયસન્સમાં કેટલીક વાતો લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે અમારી સર્વિસીસને ઑપરેટ કરવા માટે તમે Whatsappને, જે કંટેટ તમે અપલોડ, સબમિટ, સ્ટોર, સેંડ અથવા રિસીવ કરો છો, તેને યુઝ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે કરવા માટે દુનિયાભરમાં નૉન-એક્સક્લૂઝીવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેંસેબલ અને ટ્રાંસફરેબલ લાયસન્સ આપે છે.સાથે જ તેમાં તે પણ લખ્યુ છે કે આ લાયસન્સમાં તમારા દ્વારા આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલન અને ઉપલબ્ધ કરાવવાના સીમિત ઉદ્દેશ માટે છે.

એટલે કે હવેથી આપનું નામ ,આપનો ઈમૈલ ,આપનો નંબર ,આપ શું સર્ચ કરો છો ? ક્યાં જાવ છો ? કેવું કન્ટેન્ટ જુઓ છો ? કેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ? આ તમામ માહિતી વોટ્સએપ બીજી કંપનીને શેર કરી શકે છે અને તમારો ડેટા વેચીને પૈસા પણ કમાવી શકે છે .એટલે કે હવે વોટ્સએપ પેહલા જેટલું સુરક્ષિત નથી.એટલે હવે આ વિદેશી એપ આપણા ડેટા સાથે કંઈ પણ કરી શકે છે .

  • શું છે કોઈ સ્વદેશી એપ જે વોટ્સએપનું સ્થાન લઇ શકે ?

જ્યારથી મોબાઈલ સ્માર્ટ થયો ત્યારથી એસએમએસનું સ્થાન વોટ્સએપ એ લઇ લીધું છે ,ઘણા યુઝર્સ વોટ્સએપના આદિ થઇ ગયા છે ,ત્યારે તેવા યુઝર્સ માટે બે જ વિકલ્પ છે .ક્યાં તો વોટ્સએપ ને અન ઇન્સ્ટોલ કરો અથવા મૂંગા મોઢે તેના બધા નવા નિયમોને માનીને આપનો દરેક ડેટા તેની સાથે શેર કરીને તેના યુઝર બની રહો ,પરંતુ જયારે આપણા પ્રધાનમંત્રી પણ આત્મ નિર્ભર ભારતને પ્રોત્શાહિત કરી રહ્યા છે ત્યારે અમે આપને જણાવી દઈએ કે વોટ્સ એપનું સ્થાન લેવા માટે એક ભારતીય એપ પણ પ્લે-સ્ટોર પણ હાજર છે . હાઇક નામની મેસેન્જર એપ યુવાઓમાં ઘણી લોકપ્રિય છે જે હવે પછી વોટ્સએપનું સ્થાન લઇ શકે છે . HIKE એક ખુબજ મનોરંજક મેસેન્જર છે જેમાં અઢળક ઇમોજી તેમજ ભારતની ઘણી બધી ભાષામાં અવતાર સ્ટીકર્સ છે તેમજ તેમાં યુઝર્સ એક બીજા સાથે અવનવી ગેમ્સ પણ રમી શકે છે તેમજ HIKE LAND માં જઈને એક સાથે યુ -ટ્યુબ પર કોઈપણ પ્રકારના સોંગ-મુવી તેમજ વીડિઓ જોઈ શકે છે . જો આપ પણ આપણા ભારતની સ્વદેશી એપ HIKE ને ઇન્સ્ટોલ કરવા માંગતા હોવ તો નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.hike.chat.stickers

આ લીંક પર ક્લિક કરીને આપ ભારતની પોતાની મેસેન્જર એપ HIKE ઇન્સ્ટોલ કરી શકશો .

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: