23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાષ્ટ્રપતિ બનતાંની સાથે જ બાઇડનના 5 મહત્વના નિર્ણય

પહેલી વખત રાષ્ટ્રપતિ કાર્યાલય(ઓવલ ઓફિસ) પહોંચીને બાઈડને મીડિયાને કહ્યું, મારે ઘણાં કામ કરવાનાં છે, એટલા માટે હું અહીં છું. મને લાગે છે કે મારી પાસે સહેજ પણ સમય નથી. સમયને વેડફી ન શકાય. તાત્કાલિક કામ શરૂ કરવા જઈ રહ્યો છું. હું પહેલા પણ કહી ચૂક્યો છું કે આગામી 7 દિવસમાં ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ.સૌથી પહેલા બાઈડને કોરોના વાઈરસ અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ માસ્કને ફેડરલ પ્રોપર્ટી જાહેર કરાઈ છે, એટલે કે દરેક વ્યક્તિએ મહામારી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે.

ટ્રમ્પે માસ્ક માટે કોઈ સખતાઈ નહોતી કરી.7 મુસ્લિમ દેશો- ઈરાક, ઈરાન, લિબિયા, સોમાલિયા, સૂડાન, સિરિયા અને યમન પર લાગેલા ટ્રાવેલ પ્રતિબંધોને હટાવી દીધા. ટ્રમ્પે 2017માં આ પ્રતિબંધ પોતાના કાર્યકાળના પહેલા સપ્તાહમાં લગાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, જેને 2018માં કોર્ટે યથાવત્ રાખ્યો હતો.અમેરિકા હવે પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે. ટ્રમ્પે 2019માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત, ચીન અને રશિયા પ્રદૂષણને વધારી રહ્યા છે, સાથે જ અમેરિકા આ મામલામાં સારી કામગીરી કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સમજૂતીથી બહાર થયા પછી અમેરિકા 70 વર્ષમાં પહેલી વખત ઓઈલ અને કુદરતી ગેસનું નંબર વન ઉત્પાદક બની ગયું છે.બાઈડને મેક્સિકો બોર્ડરના ફંડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી આવતા પ્રવાસીઓને જોતાં દીવાલ બનાવવાને નેશનલ ઈમર્જન્સી ગણાવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: