23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાજકોટ મનપાનું બુદ્ધિનું પ્રદર્શન: સાઈન બોર્ડ પર લખ્યું 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની રફતાર થી કાર ચલાવી શકશો

રાજકોટ ટ્રફિક લઈને માનપા દ્વારા લાગવામા આવ્યું હતું સાઈન બોર્ડ પરંતુ મનપાના સામાન્ય જ્ઞાન ના અભાવને લીધે શહેરના કાલાવડ રોડ પર આવેલ મોટા મોવા અને KKV સર્કલ પાસે મનપા એ ગતિ મર્યાદાનું બોર્ડ લગાવ્યું. જેમાં 40 KMPS નું માર્કિંગ કરવામાં આવ્યું છે , પ્રતિ કલાકની જગ્યાએ પ્રતિ સેકન્ડ નું બોર્ડ લગાવવામાં આવ્યું છે. મનપા દ્વારા વધુ એક વખત સાઈન બોર્ડને લઈ ભાંગરો વાટવામાં આવ્યો છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ સહિતના સ્થળ પર સ્પીડ અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક કલાકમાં કેટલા કિલોમીટરની સ્પીડે વાહન ચલાવવું તેવી સૂચના આપવામાં આવે છે, પરંતુ મનપાએ વધુ એક વખત બુદ્ધિ પ્રદર્શન કર્યું હતું , એક સેકન્ડમાં 40 કિલોમીટરની સ્પીડે વાહન ચલાવવા માટે લોકોને જ્ઞાન આપ્યું છે.અગાઉ પણ આવી ભૂલ કરી ચૂક્યું છે રાજકોટ મનપા, શહેરમાં ખાડાખબડા વાળા રસ્તાને કારણે કલાકની 30ની સ્પીડે પણ વાહન ચલાવવું મુશ્કેલ છે ત્યારે મનપા એક સેકન્ડમાં 40ની સ્પીડે વાહન ચલાવવાની વાત કરી વાહનચાલકોને ગેરમાર્ગે દોરી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જોકે આવા ભગા મનપા દ્વારા પહેલી વખત કરવામાં આવ્યા નથી, અગાઉ ઉપલાકાંઠા વિસ્તારમાં પણ એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેમાં એ સ્થળે કચરો નહી ફેંકવાની સૂચના આપવામાં આવી હતી અને સૂચનાનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટની કલમને બદલે આઇપીસીની કલમ 376 મુજબ કાર્યવાહીની તાકીદ કરી હતી, ખરેખર આઇપીસી 376 દુષ્કર્મ આચરનાર સામે પોલીસ દ્વારા લગાવવામાં આવે છે. એટલે હવે ફરી એક વાર રાજકોટ મનપા મજાક ને પાત્ર બની ગઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: