11 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

માર્કેટમાં વાવાઝોડું : સેન્સેક્સે પ્રથમ વખત 49 હજારની સપાટી વટાવી, નિફ્ટી 14,400ને પાર

જેમ ભારતમાં હાલ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે તેમ ભારતીય શેરબજારોમાં આજે ફૂલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારને પાર ખૂલ્યો છે. સેન્સેક્સ 318 અંક વધી 49,101 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 82 અંક વધી 14,429 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા, HUL સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 3.79 ટકા વધી 1361.55 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.18 ટકા વધી 1016.15 પર કારોબાર કરી રહ્યો છે. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકા ઘટી 5555.40 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 0.50 ટકા ઘટી 100.15 પર કારોબાર કરી રહ્યો છે.

TCSનાં મજબૂત ત્રિમાસિક પરિણામોને કારણે બજારમાં રેકોર્ડ તેજી છે. TCS પણ 1.60 ટકા પર કારોબાર કરી રહ્યો છે. તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 196.93 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: