23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ભાજપમાં ફીલ ગુડ: ભાજપના MP મનસુખ વસાવા માની ગયા

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજીનામું પાછું ખેંચી લીધું

મનસુખ વસાવા ફાઈલ ફોટો
 • રાજી રાજી ભરૂચનાં સાંસદે રાજીનામુ પરત ખેંચ્યુ
 • મનસુખ વસાવા અને CM સાથે યોજાઇ બેઠક
 • સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં: વસાવા
 • નાદુરસ્ત તબિયતને કારણે આપ્યું હતું રાજીનામુ
 • 45 મિનિટ સુધી ચાલી આ બેઠકમાં મહત્વ અને ગુજરાત ભાજપ માટે રાહતનાં સમાચાર
 • તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા હતાં.
 • મનસુખ વસાવાના સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતા કરશે
 • તેમના બીમારીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે
 • રાજ્ય સરકારે આપેલી ખાતરી
 • લોકસભા મતવિસ્તારમાં પ્રવાસમાં તકલીફ પડે તો કાર્યકર્તાઓ મદદરૂપ થશે
 • સરકારી મનસુખ વસાવા ના તમામ નાના-મોટા પ્રશ્નો ઉકેલવાની ખાત્રી
 • રાજીનામુ પાછુ ખેંચતા ભરૂચ-નર્મદા જિલ્લામાં ભાજપ છાવણીમાં આનંદની લાગણી

ઉલ્લેખનીય છે કે, બરોબર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે અને વિરોધ પક્ષો આંતરીક કલહનો લાભ ન લઇ જાય માટે ભાજપની નેતાગીરી ભાજપ ના  નારાજ રાજીનામુ આપનાર સાંસદ મનસુખ વસાવાના રાજીનામા મામલે આજે ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવા આવ્યા હતા  ત્યારે બેઠકમાં રાજીનામા ને – રાજી’ નામામાં પલટાવવા વાર્તાલાપ થઇ હતી. સાંસદ મનસુખ વસાવા પોતાના મનની વાત લઈને ગાંધીનગર આવી  CM સાથે સંવાદ કરતા વાત નો ઉકેલ આવ્યો એવું લાગી રહ્યું છે.

ફાઈલ ફોટો

બેઠક બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની વાત સામે રાખતા જણાવ્યુ હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામુ આપ્યું હતું.

ફાઈલ ફોટો

આખાબોલા અને પોતાના જ પક્ષની સરકાર સામે પ્રશ્નો કરનારા સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી તેમણે પક્ષનો આભાર માનવા સાથે તેમની ભુલના કારણે પક્ષને નુકશાન ન પહોંચે તે માટે રાજીનામું આપવાની વાત કરી હતી. નર્મદાનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યાંથી ગુજરાત ભાજપમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને ભાજપની નેતાગીરીમાં હડકંપ જોવામાં આવ્યો. ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે સાંસદ મનસુખભાઈના ઘરે મુલાકાત કરી હતી. બંધબારણે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ પણ જોડાયા હતા.

રાજીનામુ પત્ર

આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી સાથે વાત થયા પછી પાર્ટીની તેમને જરૂર હોવાથી તેમને રાજીનામું ના આપવા જણાવેલ. અને તેમના સ્વાસ્થ્ય અંગે પ્રવાસ અંગે મદદરૂપ થવા જણાવતા અને પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે .આમ ૨૪ કલાકના રાજકીય અટકળો નોઅંત આવ્યો હતો. જેનાથી ભરૂચ નર્મદાનાં ભાજપા છાવણીમા આનંદ ની લાગણી છવાઈ હતી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: