23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

બોક્સિંગ ડે ટેસ્ટ : ભારતે મેચ પર પકડ જમાવી

  • ત્રીજા દિવસે 6 વિકેટ ગુમાવીને માત્ર 2 રનની લીડ લઈ શક્યું ઓસ્ટ્રેલિયા
  • જાડેજાનું બેટ અને બોલ સાથે ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ
  • બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ બોક્સિંગ ડે ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મેલબર્નમાં રમાતી બોક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં હજી સુધી 6 વિકેટ ના નુકશાન સાથે 133 રન જ બનાવી શકી છે . ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ માત્ર 2 રનની લીડ હાંસલ કરી શકી છે. આવતી કાલે સવારે ક્રિઝ પર કેમરુન ગ્રીન અને પેટ કમિન્સ બેટિંગ કરવા ઉતરશે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીની મેચનો હીરો રહ્યો છે તેને બેટ અને બોલ વડે પોતાનો કમાલ કરી બતાવ્યો છે . તેણે પ્રથમ ઈનિંગમાં ફિફ્ટી લગાવી હતી, તેના પછી બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ પણ લીધી છે, મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 195 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવીને 131 રનની લીડ આપી હતી. હવે ભારતીય ટીમની કોશિશ ચોથા દિવસે જલ્દીથી જલ્દી ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર પર ઓલઆઉટ કરીને આ મહત્વપૂર્ણ બોક્સિંગ ડે મેચ જીતવાની રહેશે. જેથી ભારતીય ખેલાડીઓ અને સમર્થકોનો જુસ્સો જળવાઈ રહે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: