21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

બોક્સિંગ ડે ટેસ્ટ : ભારતે મેલબોર્ન ટેસ્ટ જીતી સિરિઝમાં 1-1ની બરાબરી કરી

  • પહેલી ઇનિંગમાં કેપ્ટન રહાણેની સેન્ચુરી
  • ડેબ્યુ મેચમાં ઝળક્યા નવા સ્ટાર્સ- સિરાઝ અને ગિલ
  • 4 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર
  • ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 6 વર્ષથી બોક્સિંગ-ડે ટેસ્ટ નથી હારી

ભારતે મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવીને સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. આ જીતના હીરો કેપ્ટન અજિંક્ય રહાણેની સાથે ઓફ સ્પિનર આર. અશ્વિન, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ડેબ્યુ મેચ રમી રહેલા બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ રહ્યા છે. તેઓના શાનદાર પ્રદર્શનને કારણે આ મેચ ભારત જીતી ગયું છે.

એડિલેડમાં ઓસ્ટ્રેલિયન ટીમે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હરાવ્યા હતા, પરંતુ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને મેલબર્નમાં કેપ્ટનશિપ મળતાં જ તેણે 10 દિવસમાં જ કાંગારૂઓથી આ હારનો બદલો લીધો. એડિલેડ ટેસ્ટની બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાને હરાવી ઓસ્ટ્રેલિયાએ 36 રન પર 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. પરંતુ ભારતીય ટીમે મેલબર્ન દ્વારા રહાણેની સુકાની હેઠળ જોરદાર વાપસી કરી અને કાંગારૂઓને ઘર આંગણે ધૂળ ચટાડી છે. છેલ્લા 6 વર્ષમાં ભારત ક્યારેય પણ બોક્સિંગ ડે ટેસ્ટ હાર્યું નથી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ 100મી ટેસ્ટ મેચ હતી અને વિરાટની ગેરહાજરીમાં ભારતે આ ઐતિહાસિક જીત મેળવી. આ ઓસ્ટ્રેલિયા સામે ભારતની 29મી જીત છે, જોકે અગાઉ તે 43 મેચ હારી ગઈ છે.

ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 133 રન બનાવ્યા હતા અને તે ભારતથી માત્ર બે રન આગળ હતું. ચોથા દિવસે સવારે કાંગારૂ ટીમે 67 રન જોડ્યા. બપોરના સમયે યજમાન ટીમ 200 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 70 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે સરળતાથી મેળવી લીધો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: