23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં કોરોના બાદ બર્ડ ફ્લૂનો કહેર

  • અત્યાર સુધીમાં 130 પક્ષીનાં મોત
  • જૂનાગઢમાં ઉડતા કાગડાના રહસ્યમય મોત
  • માંગરોળમાં 70, રાજપીપળામાં 6 કાગડાના મોત
  • રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં

સમગ્ર ગુજરાતમાં બર્ડફ્લૂનો કેર ઝડપથી વધી રહ્યો છે. માંગરોળ હાઈવે પરથી 70 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં મોત થયાં હતાં,જ્યારે રાજપીપળામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે.શનિવારે રાજ્યમાં કુલ 130 પક્ષીના મોત થયાં હતાં. કોરોના વાયરસ વચ્ચે દેશ પર બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે. તેવામાં હવે કચ્છના અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં 38 જળચર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે.ગત 5 જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો હતો. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે હવે અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં જળચર પક્ષીઓના મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યા છે. બર્ડ ફ્લૂની દહેશતની વચ્ચે 38 જેટલા જળચર પક્ષીઓના મોતને લઇને વન વિભાગ અને પશુ વિભાગ દોડતું થયું છે. હાલ એક પક્ષીને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. બાકી પક્ષીઓના ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ગઇકાલે મોડી સાંજે વનવિભાગે જુનાગઢથી 3 મૃત અને 7 બીમાર તેમજ ઊડી ન શકતા કાગડા લઇને માંગરોળ પશુ દવાખાનાને સોંપ્યા હતા. જે પૈકી વધુ એક કાગડો આજે મોતને ભેટ્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે એ પંકજ બંગલો તરીકે ઓળખાતા સ્થળેથી આજે 6 બગલાના મૃતદેહો મળી આવ્યા હતા. આથી તેને પણ તપાસ માટે મોકલી અપાયા હતા. નાયબ પશુપાલન નિયામકે આ વાતને પણ સમર્થન આપ્યું હતું. તો કોડીનાર તાલુકાના ડોળાસા ગામે 3 વિદેશી પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઇને બર્ડ ફ્લૂની આશંકા જાગી છે જયારે નર્મદા જિલ્લામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે. જેને લઈને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું હતું. જોકે, આ છ કાગડાના સેમ્પલ લઈને તપાસ અર્થે ભોપાલ મોકલાવ્યા છે. જેનો રિપોર્ટ હજુ આવ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ નર્મદા જિલ્લામાં આવેલા પાંચ પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલામાં આવેલા ચિકન સેન્ટરો પર પણ તપાસ કરી જરૂરી સાવધાની રાખવાની સૂચના આપી હતી. રાજ્યનાં વિવિધ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: