8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન,સીએમ દ્વારા રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત

  • ગુજરાતના 7 મા મુખ્યમંત્રી હતા માધવસિંહ
  • તેમના નામે વિધાનસભાની 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે, જે હજી સુધી કોઈ નથી તોડી શક્યું
  • 94 વર્ષની વયે થયું તેમનું અવસાન

ગુજરાતના લોકપ્રિય ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી હતા. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા હતા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

  • વડા પ્રધાન મોદીએ પણ ટ્વિટ કરી શ્રધ્ધાંજલી પાઠવી
  • સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે તેમજ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે, સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો આદેશ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, તેમજ સીએમ રૂપાણીએ આજના તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: