23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ

  • અમદાવાદ : અગ્રણી સાપ્તાહિકના તંત્રી પર 10 થી 12 લોકોએ કર્યો હુમલો
  • શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં અગ્રણી અખબારના તંત્રી પર હુમલો
  • ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશ કલાલ પર કરાયો હિચકારો હુમલો
  • સ્થાનિક બુટલેગર અને તેના મળતિયા માણસો દ્વારા કરાયો હુમલો
  • અગાઉનું મનદુઃખ રાખી હુમલો કરાયો હોવાની માહિતી : સૂત્ર
  • સોલા પોલીસ સ્ટેશને નોંધાઈ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ
  • સોલા પીઆઈ ખુદ કરી રહ્યા છે સમગ્ર કેસનું મોનીટરીંગ  
  • પત્રકારો પર છાસવારે થતાં હુમલાને લઈ પત્રકાર સંગઠનમાં રોષની લાગણી
  • આગામી દિવસોમાં ૨૦૦થી વધારે પત્રકારો એકઠા થઈ કમિશ્નરને આપશે આવેદન

ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ બન્યા છે… આવા બુટલેગરોને કોણ જાણે કોનો સપોર્ટ મળી રહ્યો જેને લઈને બેફામ બની કોઈપણ સામાન્ય માણસ કે પોલીસ કે પછી પત્રકાર… કોઈના પર પણ હુમલો કરતા સહેજે પણ અચકાતા નથી… જેને લઇને આજ કાલ પોલીસ અને પત્રકારો પર હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.. ત્યારે શહેરમાં ફરી એકવાર આવા જ એક છટકા બનેલા બુટલેગર દ્વારા એક પત્રકાર પર ફરી હુમલા કરાયો હોવાની ઘટના સામે આવી છે.. જે ખરેખર નિંદનીય કહી શકાય….

અમદાવાદ જાણે ક્રાઇમનું હબ બનવા જઈ રહ્યું છે. છાસવારે બૂટલેગરો અને સ્થાનિક માફીયાઓ પોતાના વિસ્તારમાં પોતાનો ખોફ બનાવી રાખવા છમકલાં કરતા રહે છે. જો પોલીસ આ બાબતે કોઈ એક્શન લેવા જાય તો તેઓના પર પણ આવા તત્વો જાહેરમા હુમલો કરી ખાખી પર પણ પોતાનો ખોફ છે તેવું લોકોને બતાવી પોતાની ધાક જમાવી રાખતા હોય છે.. પરંતુ આવા બૂટલેગરો અને માફિયાઓના કાળા કરતૂતોનો જ્યારે કોઈ પત્રકાર વિરોધ કરે અથવા તો સમાચાર પત્રોમાં છપાવી તેને ખુલ્લો પાડતા હોય છે. પરંતુ આવા લોકોને મીડિયાની પણ કોઈ બીક નથી રહી… અને મીડિયાકર્મીઓ પર પણ હુમલો કરતા સહેજ પણ ખચકાતા નથી… જેના આ મહિનામાં જ આપણે ત્રણથી ચાર ઉદાહરણો જોયા છે.. હવે તો એવું લાગી રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દેશની ચોથી જાગીર ગણાતો પત્રકાર સુરક્ષિત નથી. ત્યારે આવી જ એક પત્રકાર પર હુમલાની ઘટના શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી સામે આવી છે.  અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશભાઈ કલાલ પર સ્થાનિક બુટલેગર અને તેના માણસો દ્વારા ગતરોજ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે.. સૂત્રોના જણાવ્યા મુજબ ભરત સુખી નામના શખ્સના 10 થી 12 લોકો દ્વારા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વધુ માહિતી મુજબ અમદાવાદ ચાંદલોડિયા ખાતે ગતરોજ સાંજના સુમારે દિનેશભાઈ કલાલને તેમના નિવાસ્થાનેથી છેતરીને ઘરની બહાર બોલાવવામાં આવ્યા અને ત્યાર બાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 10 થી 12 લોકો દ્વારા મૂઢ માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થવાને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સોલા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અને તેમનું નિવેદન લીધા બાદ તેમની સારવાર શરૂ કરાઈ હતી.  વધુમાં પ્રાપ્ત થયેલ માહિતી મુજબ તેમના પગના ભાગે ભારે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. જાડેજા સહિત ડી સ્ટાફ પીએસઆઈ તેમ જ ડી સ્ટાફના પોલીસ કર્મીઓ સોલા સિવિલ ખાતે પહોંચ્યા હતા. અને ઘટનાની સમગ્ર વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સોલા પીઆઇ જે.પી. જાડેજાના જણાવ્યા મુજબ તેઓ ખુદ આ કેસનું મોનીટરીંગ અને તપાસ કરી રહ્યા છે. સાથે જ તેમને જણાવ્યું હતું કે પત્રકાર પર થયેલી હુમલાની ઘટના ખરેખર નિંદનીય છે. આવા હુમલા કરનાર ગુનેગારને ઝબ્બે કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા કૃત્ય કરનારને કોઇપણ હિસાબે છોડવામાં આવશે નહીં તેવી બાંયધરી આપી હતી. તો બીજી તરફ આ વાત વાયુવેગે પત્રકાર જગતમાં ફેલાતા મીડિયા આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને વિવિધ પત્રકાર સંગઠનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. મીડિયા સંગઠન, પત્રકાર પ્રેસ પરિષદ અને પત્રકાર એકતા સંગઠન તેમજ મીડિયા જગત દ્વારા આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે. તો આ બાબતે પત્રકાર એકતા સંગઠન દ્વારા આગામી દિવસોમાં 200 પત્રકારો સાથે શહેર કમિશ્નરને આવેદન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે  છેલ્લા કેટલાય સમયથી પત્રકારો અને પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બુટલેગરો, દારૂ-જુગારધામ ચલાવનાર યેનકેન પ્રકારે પત્રકારો કે પોલીસ પર હુમલા કરી તેમની ગંદી માનસિકતા દ્વારા છતી કરી રહ્યા છે. જાણે એમને પોલીસ અને પત્રકારનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે.  રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા આ તમામ બદીઓને ડામવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને કોણ છાવરી રહ્યું છે…? તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. પત્રકાર, જે સમાજમાં ચાલતી બદીઓ, વિકાસના કામો, પ્રજાના પ્રશ્નોને પ્રજા અને અધિકારીઓ સાથે જ સરકાર સુધી માહતી પહોંચાડતા હોય છે. ત્યારે પોલીસ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક  નિભાવી આવી બદીઓને રોકવા માટે હંમેશા સક્ષમ રહેતી હોય છે. છતાપણ  આવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા માફિયા હોય કે બુટલેગર, કોની રહેમ નજર અને આશીર્વાદ મેળવી આવા હુમલાને અંજામ આપે છે..? તે વિચારવા જેવી છે. થોડા મહિના અગાઉ પણ શહેરના રામોલમાં એક મહિલા પત્રકાર, અને એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ ખાતે પણ એક મહિલા પત્રકાર સાથે સાથે ઝપાઝપી કરવાની ઘટના સામે આવી હતી. સાથે જ શહેરના ચાંદખેડા ખાતે પણ જુગાર ચલાવનાર એક નામી બુટલેગરનું જુગારધામ એક પત્રકારે બંધ કરાવવા જતા ઊલટું જુગરધામ ચલાવનારે જ પત્રકાર પર ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. પત્રકારને યેનકેન રીતે કોઈ પણ રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની આ વૃત્તિ હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જે ખરેખર શરમજનક વાત કહી શકાય. મીડિયા જગતમાં નાના હોય કે મોટા, પત્રકારો સાચી વાત જાણી તેને પ્રજા સમક્ષ પ્રકાક્ષિત કરી તે વાત પ્રજા અને જે તે અધિકારીઓ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકાર કરતા હોય છે. પરંતુ પત્રકારની તપાસ દરમ્યાન પોતાની લીલા બહાર ન આવી જાય તે માટે આવા અસામાજિક પ્રવૃતિઓ ચલાવનાર ગમે તેમ કરી પત્રકારને ફસાવવાના કિમીયા અજમાવતા નજરે જોવા મળી રહ્યા છે. જોકે ગઈકાલે બનેલ પત્રકાર પર થયેલ હુમલાની ઘટનાની સોલા પોલીસ દ્વારા પૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. અને તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ અંગે હુમલો કરનાર તમામ ઇસમો સામે વિધિવત ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવું ક્યાં સુધી બનતું રહેશે….? ક્યા સુધી પત્રકારો પર છડેચોક હુમલાઓ થતા રહેશે….આજે દિનેશ કલાલ હોઈ શકે, તો કાલે તમારો નંબર પણ આવી શકે છે..

  • બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: