23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય: જાહેર પતંગોત્સવ કરાયા રદ્દ

  • ગુજરાતના તમામ પતંગોત્સવ કરાયો રદ્દ
  • કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
  • વિવિધ જગ્યાએ થાય છે પતંગોત્સવ
  • આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નહિ યોજાય
  • તમામ જિલ્લાઓમાં નહિ યોજાય પતંગોત્સવ
  • કોવિડના કારણે પતંગોત્સવ નહિ યોજાય
  • અલગ અલગ 8 જગ્યાએ થતા હતા પતંગોત્સવ

કોરોનાની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, જયારે ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ શરુ થયેલી કોરોનાની બીજી ઇનિંગ માંડ મંદ ગતિ પકડી છે. ત્યારે હવે આગામી મહિનામાં આવી રહેલા ઉતરાયણ ના પર્વ ને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર ની આજે મળેલી બેઠકમાં વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા.

હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો

હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: