23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કર્ણાટકના શિવમોગામાં ડાયનામાઇટ બ્લાસ્ટ, 8 મજૂરનાં મોત; બ્લાસ્ટથી ભૂકંપ જેવા આંચકા અનુભવાયા

કર્ણાટકના શિવમોગામાં ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે જિલેટીન સ્ટીક ભરેલી ટ્રકમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જેમાં 8 મજૂરનાં મોત થયાં હતાં. રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો ટ્રકમાં જિલેટિન સ્ટિક લઇ જઇ રહ્યા હતા. શિવમોગા જિલ્લાના અબ્બાલગેરે ગામ પાસે આ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે શિવમોગાના નજીકના જિલ્લા ચિકમંગલુર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારોમાં ધરા જાણે કે ભૂકંપ આવ્યો હોય તેમ ધ્રૂજી ઊઠી હતી.

શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. તેમણે ઘટનાસ્થળ પર વધુ વિસ્ફોટકો હોવાની આશંકા વ્યક્ત કરી છે.શિવમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો છે.

  • વડાપ્રધાને ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી શિવમોગા દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, લોકોના જીવ ગુમાવવાથી દુઃખી છું. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલ ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને રાજ્ય સરકાર ઝડપથી મદદ પહોંચાડશે.

પ્રચંડ ધડાકાને કારણે આજુબાજુનાં ઘરના કાચ તૂટી ગયા હતા. પહેલાં તો લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, જેથી ગભરાઇને લોકો ઘરની બહાર દોડી ગયા હતા, પરંતુ પછી થી વિસ્ફોટ વિશે જાણ થતાં તેઓએ ઉચ્ચ સ્તરે જાણ કરી હતી. હાલ અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: