23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

આમિર ખાનની સાસણ ગીરની મુલાકાતે સર્જ્યો વિવાદ, સામાજિક કાર્યકરે હાઈકોર્ટમાં કરી અરજી

બોલીવુડ સ્ટાર આમીરખાને મેરેજ એનીવર્સરીની ઉજવણી પોતાના પરિવારની સાથે સાસણગીરમાં કરી હતી. સાથે જ ગુજરાતનો મહેમાન બન્યો હતો. પરંતુ આ ઉજવણીને લઇ ને હાલમાં ઍક્ટર માટે વિવાદ પેદા કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોલીવુડ સ્ટાર આમિર ખાન પોતાના પરિવારની સાથે ગુજરાતનો મહેમાન બન્યો હતો, જેમાં સાસણ ગીરની મુલાકાતને લઇને એક સામાજિક કાર્યકરે સુઓમોટો કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીકર્તાએ દાવો કર્યો છે કે વન વિભાગે આમિર ખાનને VIP સેવા આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે તેવો દાવો કરવામાં આવ્યો છે જેના પગલે વિવાદ સર્જાયો છે.

પ્રાણીઓને બંદી બનાવવાનો આરોપ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સામાજિક કાર્યકરનો આરોપ છે કે કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવાય છે. આ માટે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક કાર્યકર સામાજિક કાર્યકર ભનુ નાગા ઓડેદરા દ્વારા અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે અભિનેતા આમિર ખાને પરિવાર અને મિત્રો સાથે  સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા.

ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અભિનેતા આમીર ખાનની ગીર મુલાકાતને લઇને ટ્વિટ કરી જણાવ્યું  કે અભિનેતા આમિર ખાન તેમજ તેનો પરિવાર રોયલ કિંગ અને જંગલ સફારીની મુલાકાત લઇને ઘણો ખુશ થયો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: