23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદીઓ સી પ્લેન સેવાની મજા માણી શકશે, હવે નહીં જવુ પડે સી પ્લેનને માલદીવ્સ, જાણો કેમ?

સારા સમાચાર: અમદાવાદ થી સીધા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના શુભ હસ્તે શહેરી જનો માટે ખૂબ સુંદર સી પ્લેન સેવા શરૂ કરી હતી, પરંતુ આ સી પ્લેન સેવાને જાણેકે કોઈની નજર લાગી ગઈ હોય તેમ તે માત્ર 2 ટ્રીપ કરી શકી હતી, શરૂઆત ના દિવસોમાં ઘણા લોકોના બુકિંગ રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા ઘણા દિવસો થી આ સેવા બંધ હતી.

ફાઈલ ફોટો

આ સી પ્લેન માલદિવ્સ ખાતે શોખ કે કાર્યક્રમનાં ભાગ રુપે ગયું નહોતુ પરંતુ સર્વિસ અર્થે મોકલવામાં આવ્યું હતું, જે આજે ભારત-અમદાવાદ પરત થયું. ત્યારે ફરી એક વખત સી પ્લેન સેવાની મજા લોકો મણી શકશે. જે માટેના ઓનલાઇન બુકીંગ પણ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.

ફાઈલ ફોટો

અમદાવાદીઓ સારા સમાચાર ફરી સી-પ્લેન સેવા શરૂ થશે, સાથે જ તેના કરતા પણ સારા સમાચાર એ છે કે, હવે ફરીથી સી-પ્લેનને માલદિવ્સ નહી જવુ પડે, કારણ કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન પરત ફર્યું છે તો સાથે સાથે હવે અમદાવાદમાં જ ખાનગી કંપની દ્વારા સી પ્લેન મેન્ટેનન્સ સંભાળાશે. જેને લઇને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જેટી બનાવવા જગ્યા ફાળવવામાં આવી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: