કેશોદમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

કેશોદના શ્રીવાછરાદાદા યુવક મંડળ આયોજીત શ્રી સોરઠીયા પ્રજાપતિ ઓપન ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ટાટા ડયુરાસાઈન કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગુજરાત ભરની કુલ સોળ ટિમોએ ભાગ લીધો હતો સાંઈ ઇલેવન રાજકોટ તથા આઝાદ ઈલેવન કેશોદ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં આઝાદ ઈલેવન કેશોદ ટીમ ચેમ્પિયન બની હતી જેને પંદર હજાર પાંચસો પંચાવન રૂપિયા રોકડ પુરસ્કાર તેમજ રનર્સ અપ ટીમને રૂપિયા નવ હજાર રોકડ પુરસ્કાર ટ્રોફી શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ પ્રજાપતિ સમાજ સંગઠિત થાય તેવા ઉદેશ્ય સાથે દર વરસે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેછે