વંથલીમાં થયો ગુજરાત ગૌરવ યાત્રાનો વિરોધ

તાજેતર માં જ નર્મદા રથ યાત્રા નો અત્ર તત્ર સર્વત્ર વિરોધ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે તેનો પણ ચોમેર થી વિરોધ થઇ રહ્યો છે. ગુજરાત ગૌરવ યાત્રા માં સભાઓ ફ્લોપ થઇ રહી છે. તો ક્યાંક ખાલીખમ ખુરશીઓ વચ્ચે ભાષણો અપાઈ રહ્યા છે ત્યારે આજે જુનાગઢ થી કેશોદ તરફ જવા નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રા ને આવકારતા વંથલી નજીક હાઈવે ઉપર પોસ્ટરો લાગ્યા હતા. યાત્રા નો વિરોધ કરવાના ઉદેશ્ય સાથે વિરોધી પરિબળો એ આ લગાવાયેલ બેનરો ને ફાડી નાખતા યાત્રા નો રોષ પ્રજા માં ચરમસીમાએ હોવાનું દેખાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવતી આ યાત્રાઓના કરુણ રકાસ અને ચોમેર થી ઉઠી રહેલા વિરોધનો રંગ આગામી વિધાનસભા માં કેવો આવશે તે તો આવનારો સમય જ કહેશે.